ફેકલ્ટી ઓફ કોમર્સ- SMPIC, GLS University ખાતે ‘એકેડેમિક્સ & બિયોન્ડ’ હેઠળ ઇનટરેકશન વિથ એક્સપર્ટ સેશનનું આયોજન થયું હતું. Faculty of Commerce SMPIC કોલેજનો ઉદ્દેશ્ય હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો રહેલો છે. જે હેતુસર આ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ અલગ અલગ વક્તાઓ પોતાના વિષય પર વાત કરશે. જેના આઠમા દિવસે જાણીતા ડોકટર નિશ્ચલ ભટ્ટે "ઈમોશનલ ઈન્ડીપેન્ડસ : ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ એક્સ્ટ્રા ઓર્ડીનરી સક્સેસ" પર રસપ્રદ વાત કરી હતી. શ્રી ભટ્ટે ભાવનાત્મક સ્વતંત્રતા પર ભાર મૂકીને પોતાના વ્યાખ્યાનની શરૂઆત કરી. તેમણે "હંમેશા ખુશ રહેવું શક્ય છે?’ પ્રશ્ન પૂછીને જવાબ આપતા કહ્યું કે "હા, તે શક્ય છે." પોતાની ખુશી માટે લોકો પોતાની આજુબાજુ ના લોકો, પરિસ્થિતિઓ, સંજોગો, અપેક્ષાઓ, સરખામણીઓ અને સ્પર્ધાઓ ઉપર નિર્ભર કરે છે. ગુસ્સો, ભય, અપમાન, હતાશા, તણાવ અને ચિંતા જેવી નકારાત્મક લાગણીઓ ખુશ રહેવામાં મુખ્ય અવરોધ બને છે. તેમને ખુશ રહેવા માટે જીવનના ત્રણ મુખ્ય સિદ્ધાંતો આપ્યા.
1. જીવન નો પહેલો પ્રિન્સિપલ એ છે કે 'સ્લો ડાઉન'. આપણે ભૂતકાળ કે ભવિષ્ય ની ચિંતા કરીને વર્તમાન ઘડી ને માણી નથી શકતા.દરરોજ જે કરો છો એ થોડી અલગ રીતે કરવા કોશિશ કરવા માંડો. એમ કરવાથી તમે એ કામ ખૂબ જડપ થી કરી શકશો.
2. બીજો સિદ્ધાંત એ છે કે ‘તમે જે વિચારો છો, તેજ તમે અનુભવો છો.’ આપણે આપણા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ ને આપણી વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવી એ છે. જીવનની દરેક પરસ્થિતિને સ્વીકારી અને દરેક ક્ષણ ને માણવા ની કોશિશ કરો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે ફોરવર્ડ મેસેજ કામના ના હોય તો એને ત્યારેજ ડીલીટ કરો. તમારા મોબાઈલ ડેટા ને રાત્રે અડધા કલાક પહેલા સૂતા પેહલા બંધ કરો. સવારે ઉઠીને એક કલાક મોબાઈલ હાથ માં ના લેશો. સોશિયલ મીડિયા નો ઉપયોગ પોઝિટિવ રીતે કરો. તમે જે વિચારશો એ જ બનશો. તમારા વિચારો ની અસર તમારી વિચારસરણી, સ્વાસ્થ્ય, સબંધો અને યુનિવર્સ ઉપર થાય છે.
3. ત્રીજો સિદ્ધાંતએ છે કે ‘જીવનમાં કૃતજ્ઞતાનું વલણ રાખો.’ દરેક વસ્તુમાં આપણે આપણો રિસ્પોન્સ ચેન્જ કરીને યોગ્ય પરિણામ પામી શકીએ છીએ. આ આપણે આપણા રોજિંદા જીવનમાં અનુસરવા ની જરૂર છે. ફક્ત ત્રણ પ્રતિભાવો છે જેના પર આપણું નિયંત્રણ છે. વિચારો, વર્તન અને છબીઓ. આપણા વિચારો મારા ભૂતકાળના અનુભવ મારી માન્યતા સિસ્ટમ અને મારી વર્તમાન માહિતીના સ્તર પર આધાર રાખે છે. આપણે જે વિચારીએ છીએ એ એક ઈમેજ તૈયાર કરે છે. મારી માન્યતા પ્રણાલી નક્કી કરે છે કે હું અન્ય લોકો વિશે કેવું વિચારું છું. પોતાના જીવનનું રિમોટ કંટ્રોલ કોઈ બીજી વ્યક્તિ કે પરિસ્થિતિ ને ના આપશો. જેનાં માં જે હોય એ જ એ સર્જન કરે છે. મારી લાગણીઓ, મારી આદતો, મારુ ક્રીએશન એટલે એનું રિમોટ કન્ટ્રોલ મારા હાથમાં હોય. આપણે આપણા વિચારો અને એટીટ્યુડ બદલીયે તો હંમેશા ખુશ રહી શકીએ છીએ. વાસ્તવિકતાને સ્વીકારો, વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધો અને નકારાત્મકતા ટાળો. આપણે જે જોઈએ તે પેહલા આપવાનું શરૂ કરો.
ખુશી એ એક ચોઇસ છે. આત્મવિશ્વાસ વધારવા માટે પોતાની વસ્તુ ઓ વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દો. તમે તમારી જાત વિશે સારું ફીલ કરવા લાગશો. રોજ ની ડીસીપલીન તમને અંદર થી કોન્ફિડન્ટ બનાવી દેશે. નવી વસ્તુ ઓ શીખો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં પૈસા બનાવવા માટે નીચેના સિદ્ધાંતો અનુસરવાનું કહ્યું. લોકોને કઈ વસ્તુ ની જરૂર છે તે જાણો. તમેં એ ક્ષેત્રમાં માં પોતાની જાત ને એટલા શક્તિશાળી બનાવો કે તમને રિપ્લેસ કરવા અશક્ય બની જાય. તમે તમારી જાત ને અપગ્રેડ કરતા રહો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિધાર્થીઓએ ડૉ. ભૂમિકા આંસોદરિયા અને ડૉ. આસલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કર્યું હતું

0 ટિપ્પણીઓ