તારક મહેતા ની ઉલ્ટા ચશ્માંની અભિનેત્રીએ પાટણના મંદિરોની મુલાકત લઈ દર્શન કર્યા

 


તારક મહેતાની ઉલ્ટા ચશ્માંની અભિનેત્રીએ પાટણના મંદિરોની મુલાકત લઈ દર્શન કર્યા

કાલિકા માતાજી ના મંદિરે આવેલા નેહા મેહતા ને મંદિર ના પૂજારી એ મંદિર નો ઇતિહાસ જણાવ્યો હતો. 

તો શહેરના નગરવાડા માં આવેલા તેમના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પણ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે કર્યા હતા. 

અભિનેત્રી નેહા મહેતાએ દર્શન કરી ધન્યતા અનુભવી

પાટણ ખાતે પોતા ના ઘરે આવેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ના જાણીતા અભિનેત્રી નેહા મેહતા એ પાટણ ના નગર દેવી કાલિકા માતાજી મંદિરે કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી અને ક્ષમકારી માતાજી ના દર્શન કર્યા હતા.

ત્યાર બાદ કાળકા મંદિર ની સામે આવેલા 900 વર્ષ જૂના મહાદેવજી ના શિવલીગ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો શહેર ના નગરવાડા માં આવેલા તેમના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પણ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે કર્યા હતા.

કાલિકા માતાજી ના મંદિરે આવેલા નેહા મેહતા ને મંદિર ના પૂજારી એ મંદિર નો ઇતિહાસ જણાવ્યો હતો. આ વિસ્તાર ના કોર્પોરેટર મનોજ પટેલ સહિત વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ